ગાંધી બને જીવન વ્યવહાર
આ
ટાસ્ક અંતર્ગત દર ગુરુવારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ ખાદીના કપડા અને
ખાદી ટોપી પહેરે છે. આ માટે દર ગુરુવાર ‘ગુરુવાર ગાંધીનો વાર’ ઉજવવાનું નક્કી
થયું, ગાંધી પ્રાર્થના, ગાંધીજીના વિચારોનું વાચન, ગાંધીજીની આત્મકથાનું વાચન
કરવામાં આવે છે. ટાસ્કમાં જોડાયેલા બાળકો પ્રથમ પોતાના જીવનમાં, ત્યારબાદ આસપાસ સમાજમાં
ગાંધી મૂલ્ય લાવવા પ્રયત્ન કરે છે. પાણી બચાવો ટાસ્ક માટે બાળકો ઘરે ઘરે જઇ લોકોને
પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા સમજાવે છે.વણજોઈતુ નવ સંઘરવું ટાસ્ક અંતર્ગત
વિદ્યાર્થીઓ લોકોના ઘરે જઇ નવ જોઈતા અને ફાટેલા ના હોય તેવા ગરમ વસ્ત્રો,શાલ,કપડા
એકત્ર કર્યા અને બાબાપુર સંસ્થાના બાલઘરનાં જરૂરીયાતમંદ લોકો અને માંગવાપાળનાં
જરૂરીયાતમંદ બાળકો વચ્ચે વિતરણ કરેલ.સ્વદેશી ટાસ્ક અંતર્ગત સ્વદેશી કંપની અને તેની
ચીજ વસ્તુની માહિતી પત્રિકા સ્વરૂપે સમાજ સુધી પહોંચાડે છે. આ પ્રકારે વિદ્યાર્થીઓ
વિવિધ ટાસ્કની પ્રવૃત્તિ કરે છે.બાળકોને એક કામગીરી પત્રક અને ટાસ્ક આપનારને મુલ્યાંકન
ફોર્મ આપવામાં આવે છે જેમાં તેમને આ અંગેની નોંધ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ વોટ્સ
એપ ગ્રુપના માધ્યમથી તેમની કામગીરીના ફોટા,વિડીઓ શાળા સુધી પહોંચાડે છે.
આ બધીજ પ્રવૃત્તિના પરિણામ સમાજ અને બાળકના જીવનમાં જોવા મળી રહ્યા
છે.ગાંધી વિચાર વિદ્યાર્થીના જીવનમાં અને તેમના હૃદયમાં સ્થાપિત થઇ રહ્યા છે.
તેમના જીવનને એક નવી દિશા અને ઉદ્દેશ્ય મળ્યું છે.સમાજે પણ આ યજ્ઞમાં યત્કીન્ચિત સહકાર
આપેલ છે. એક વાલી,એક પડોસી, સમાજના એક નાગરિક તરીકે તેઓના જીવનમાં ગાંધી મૂલ્યને
યોગ્ય સ્થાન મળ્યું છે.અને ગાંધીજી પ્રત્યેના પ્રેમ અને આદરભાવમાં વધારો થયો છે.
આપના સુધી વિદ્યાર્થીઓની મહેનત પહોંચે અને આ કાર્યથી આપ અવગત થાવ તે હેતુથી
આ પત્ર આપને લખેલ છે. આપ આ અમારી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન અને સહકાર આપશો તો ગમશે.
આપ પત્ર અને વોટ્સ એપ મેસેજ કરી સહકાર આપી શકો છો. કાર્યક્રમની વધુ માહિતી માટે આપ
અમારા ‘ગાંધી બને જીવન વ્યવહાર’ બ્લોગ ની મુલાકાત લઇ શકો છો. આવો ગાંધી વિચારને
વર્તમાન માં જીવી બતાવીએ.
આભાર .....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો